અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની ઉજવણી

જીઆઈડીસીમાં બનાવાયા 2 કૃત્રિમ કુંડ

5 દિવસનું વિસર્જન પૂર્ણ

1 હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન

તંત્ર દ્વારા કરાય વિસર્જન

અંકલેશ્વર જીઆઇડીસીમાં નોટિફાઇડ એરિયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ જળકુંડમાં 5 દિવસ સુધીમાં શ્રીજીની 1000 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે

અંકલેશ્વર GIDC વિસ્તારમાં ગણેશોત્સવને લઈને ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇ.એસ.આઈ.સી. હોસ્પિટલ નજીક ઉદ્યોગ મંડળ અને નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા બે કૃત્રિમ જળકુંડ બનાવવામાં આવ્યા છે.છેલ્લા પાંચ દિવસ દરમિયાન આ બંને કૃત્રિમ જળકુંડમાં અંદાજે 1 હજાર જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. ગણેશ પ્રતિમાઓના વિસર્જન દરમિયાન ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફાયર વિભાગ તથા પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.હવે ગણેશોત્સવના 10મા દિવસે મોટી સંખ્યામાં ગણેશ પ્રતિમાઓના વિસર્જનની શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. કૃત્રિમ જળકુંડ ખાતે સુરક્ષા વ્યવસ્થા, ફાયર વિભાગની ટીમો અને પોલીસ બંદોબસ્ત સાથે વિસર્જનની પ્રક્રિયા સુચારૂ રીતે થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે.