ભરૂચ જિલ્લામાં નશીલા પ્રદાર્થના રવાડે યુવાનો નહીં ચઢે તે માટે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા દ્વારાનો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પઈન અંતર્ગત દહેજ પોલીસ મથકના પી.આઈ.એ.વી.પાણમિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજના માખણીયાવાડમાં રહેતો મનહર રામસંગ ગોહિલ પોતાના ઘરે ગાંજો સંતાડી રાખે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી 787 ગ્રામ ગાંજો અને ફોન મળી કુલ 50 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી મનહર ગોહિલને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.