ભરૂચ શહેરના સોનતલાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં વીજથાંભલા પાસે લઘુ શંકા કરવા ગયેલા બાળકનું વીજ કરંટ લાગવાના કારણે મોત થયું છે. ઘટના બાદ વીજ કંપનીની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ચોમાસામાં વીજથાંભલા પાસે લઘુશંકા કરતા પહેલા સો વખત વિચાર કરજો કારણે ભરૂચમાં થાંભલા પાસે લઘુશંકા કરવા ગયેલાં બાળકનું વીજકરંટ લાગવાની મૃત્યું થયું છે. ભરૂચના સોન તલાવડી વિસ્તારમાં રહેતા અલાજીભાઈ ઠાકોરનો ૧૨ વર્ષીય પુત્ર નામે પ્રથમ ઠાકરો નર્મદા માર્કેટમાં ખુલ્લી જગ્યામાં મોડી રાત્રીએ લઘુ શંકા કરવા ગયો હતો. લઘુશંકા કરતી વખતે તેણે નજીક માં રહેલો વીજ થાંભલો અડકી લેતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો. માસુમ પ્રથમનું ઘટનાસ્થળે જ મોત થઇ ચુકયું હતું. ઘટનાની જાણ થતાં સ્થળ પર ટોળા એકત્ર થઇ ગયાં હતાં. એ ડીવીઝન પોલીસે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વીજકંપનીની બેદરકારી સામે મૃતકના પરિવારજનો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.