ભરૂચના આમોદ તાલુકાના તેલોદ ગામે વારાહી માતાજી,બળિયાદેવ,ગણપતિ દાદા,હનુમાન દાદાના મંદિરનો સમસ્ત ગ્રામલોકોના સહકારથી ઉત્સાહભેર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં ૨૧ યુગલોએ પુજા વિધિમાં ભાગ લીધો હતો ત્યાર બાદ સાંજે ૫ કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું.સમસ્ત ગ્રામજનોએ સમૂહ આરતીનો લાભ લીધો હતો.તેમજ સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વ્યસનમુક્તિ તેમજ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામના યુવાનો તેમજ વડીલોએ વ્યસનો નહીં કરવાની ટેક લીધી હતી.
