/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/23170258/UntitledDD.jpg)
જંબુસર તાલુકાનું કાહનવા ગામ ૯૭૦૦ની વસ્તી ધરાવતું તાલુકામાં મોટું ગામ છે. કહાનવા ગામે નવપરા વિસ્તારમાં સિત્તેર ટકા વસ્તી ખેતરમાં રહે છે જ્યાં ૯૭૨ હેક્ટર જમીનમાં ધરતીપુત્રો રવી પાક જેમાં કપાસ તુવેર બાજરી સહિતના પાકો કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે સરકારની યોજના મુજબ ખેતરોમાં એગ્રીકલ્ચર કનેકશન આપવામાં આવ્યું છે જેના થકી ખેડૂતો સમયસર પાક લઈ શકે તથા પશુધનને પીવાના પાણીની સગવડ મળી રહે તા.૧૫/૫/૨૧ થી આ તમામ વિસ્તારોમાં લાઈટ નથી તથા આ વિસ્તારના પોલ એટલા બધા નમી ગયાં છે કે વીજ કંપનીના જીવંત વીજ વાયરો ખુબ જ નીચે આવી ગયાં છે અકસ્માતનો ભય ધરતીપુત્રોને સતાવી રહ્યો છે તથા ધરમપુર આ વિસ્તારમાં સિંગલ ફેઝમાં લો વોલ્ટેજ આવતા હોય.
આ તમામ સમસ્યાઓને લઇ જંબુસર વીજ કંપનીની કચેરીના અધિકારીઓને મૌખિક રજુઆતો કરી છે તથા ફરિયાદ નોંધાવી હોવા છતાંય આજદિન સુધી જીઈબી દ્વારા વીજ કનેક્શન શરૂ કરવામાં આવ્યું નથી કે નમી ગયેલા પોલને સીધા કરવામાં નથી આવ્યા ત્યારે આ પ્રશ્નના નિરાકરણની ધરતીપુત્રો માંગ કરી રહ્યા છે