-
મંત્રી ઇશ્વરસિંહ પટેલ સાથે મુલાકાત
-
20 ગામના ખેડૂતોએ મુલાકાત કરી
-
વાલિયા પંથકમાં સિંચાઈના પાણી માટે રજુઆત
-
સરકારનો આભાર વ્યક્ત કરાયો
-
સૂકા પ્રદેશમાં પાણી પહોંચાડવા બદલ આભાર માન્યો
ભરૂચ: વાલિયા-નેત્રંગ પંથકના 20 ગામોના ખેડૂતોએ જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ સાથે કરી મુલાકાત, સરકારનો માન્યો આભાર
ભરૂચના વાલિયા-નેત્રંગ પંથકના 20 ગામોના ખેડૂત આગેવાનો દ્વારા રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ સાથે મુલાકાત કરી સિંચાઈના પાણી બાબતે રજુઆત કરી ગુજરાત | ભરૂચ | સમાચાર
ભરૂચના વાલિયા-નેત્રંગ પંથકના 20 ગામોના ખેડૂત આગેવાનો દ્વારા રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ સાથે મુલાકાત કરી ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂત આગેવાનો દ્વારા ખાસ કરીને નાના ચેકડેમોના સમારકામ, સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા અને કરજણ સિંચાઈ યોજનાના લાભ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા નાના ચેકડેમોના સમારકામ અંગે લેવાયેલા નિર્ણય બદલ મંત્રીનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પાણી પુરવઠા વિભાગ દ્વારા વાલિયા-નેત્રંગ પંથકના પિંગોટ, બલદવા, ઘાટા અને દોલતપુર સહિતના ચેકડેમોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતાં ટ્રાયબલ વિસ્તારમાં આવેલી 50 હજાર હેકટરથી વધુ જમીનને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત સરકાર દ્વારા કરજણ સિંચાઈ યોજનાના ડાબા કાંઠાના ગામોમાં પાણી પહોંચાડવા માટે રૂ. 142 કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું પણ બેઠક દરમિયાન જણાવાયું હતું.ખેડૂત આગેવાન મહેન્દ્રસિંહ કરમરીયા સહિત ઉપસ્થિત ખેડૂતોએ રાજ્ય સરકાર અને જળસંપત્તિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
