ભરૂચ : માંડવા ટોલપ્લાઝા નજીકથી બે ટ્રકમાંથી 27 લાખ રૂા.નો વિદેશી દારૂ ઝડપાયો

New Update
ભરૂચ : માંડવા ટોલપ્લાઝા નજીકથી બે ટ્રકમાંથી 27 લાખ રૂા.નો વિદેશી દારૂ ઝડપાયો

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે માંડવા ટોલપ્લાઝા નજીકથી બે ટ્રકમાં લઇ જવાતો 27 લાખ રૂપિયા ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. બંને ટ્રકના ડ્રાયવર અને કલીનર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. 

publive-image

હરિયાણાથી વિદેશી દારુનો વિપુલ જથ્થો વાયા સુરત, ભરૂચ અને જંબુસર થઇને ભાવનગર જવાનો હોવાની ચોકકસ બાતમી ભરૂચ એલસીબીને મળી હતી. એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.એન.ઝાલા,  પીએસઆઇ પી.સી.બરંડા, એ.એસ.ચૌહાણ, વાય.જી.ગઢવી તથા તેમની ટીમે માંડવા ટોલપ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન રાજસ્થાન પાર્સિંગની એક ટ્રકને અટકાવી તેની તલાશી લીધી હતી જેમાં જીઆઇના પાઇપોના કવરીંગની પાછળથી જયારે અન્ય એક ગુજરાત પાર્સિંગના કન્ટેનરમાં પ્લાસ્ટીકની બેરલની પાછળ છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બંને ટ્રકમાંથી પોલીસને દારુની કુલ 584 પેટી મળી આવી હતી. ઝડપાયેલા દારૂના જથ્થાની કિમંત 27.32 લાખ રૂપિયા ઉપરાંત થવા જાય છે. બંને ટ્રકના ડ્રાયવર તથા કલીનર મળી કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હરિયાણાથી દારૂનો જથ્થો મંગાવનારા ભાવનગરના બુટલેગરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. 

Latest Stories