ભરૂચ: ગોલ્ડન બ્રિજનાં દક્ષિણ છેડેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી ઝડપાયો

ભરૂચ: ગોલ્ડન બ્રિજનાં દક્ષિણ છેડેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી ઝડપાયો
New Update

ગોલ્ડન બ્રેજના દક્ષિણ છેડેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક ઇસમની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કુલ ૧૪,૨૭,૯૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

publive-image

મળતી માહીતી મુજબ, પોલીસ મહાનિરીક્ષક હરીફ્રષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભરૂચ જીલ્લામાં પ્રોહીબિશનના ગણનાપાત્ર કેશો શોધી કાઢવા ડ્રાઇવ આપવામાં આવેલ અને ડ્રાઇવ દરમિયાન અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર જે.એન. ઝાલાના બેઝા હેઠળ જીલ્લામાં પ્રોહીબીશનના ગણનાપાત્ર કેસો શોધવા માટે અલગ અલગ ટીમની રચના કરી પ્રયત્નો હાથ ધરવામાં આવી હતી.

એલ.સી.બી.ભરૂચની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમી આધારે ગોલ્ડન બ્રીજનાં દક્ષીણ છેડા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ મહિન્દ્રા XUV 500 કાર નં. GJ–19–AA–3388 સહીત એક ઇસમને પકડી પાડી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૧૪,૨૭,૯૦૦/- પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

#Bharuch #Accused arrested #Foreign Liquor #Bharuch Police #Bharuch News #Golden Bridge #Rajendrasinh Chudasma
Here are a few more articles:
Read the Next Article