ભાવિનીબેન છેલ્લા બે વર્ષથી ભરુચ જિલ્લાના યોગ કોચ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ ૨૫૦ થી વધુ લોકોને યોગા ટ્રેનર બનાવી ગુજરાત સરકારની ઘર ઘર સુધી યોગા પહોંચાડવાની જુંબેશને વેગ આપ્યો છે…
ગત રોજ રવિવારના રોજ ઉન્નતિ સ્કૂલ ઝાડેશ્વર ખાતે ભાવિનીબેન ઠાકર દ્વારા યોગ ટ્રેનરની શિબિરના તાલિમાર્થીઓને સર્ટીફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો…ટોટલ 20 જેટલાં તાલીમાર્થીઓએ યોગ ટ્રેનિંગ લીધી હતી જે 100 કલાકની રહી હતી.હવે બધા યોગ ટ્રેનરો નિ:શુલ્ક યોગની શિબિરો લેશે અને ઘર ઘર સુધી યોગ પહોંચાડશે
