ભરૂચ : હાંસોટ તાલુકામાંથી 16 લાખ રૂપિયાની વીજચોરી ઝડપાય

New Update
ભરૂચ : હાંસોટ તાલુકામાંથી 16 લાખ રૂપિયાની વીજચોરી ઝડપાય

હાંસોટ તાલુકામાં ડી. જી. વી. સી. એલ. કંપનીની વિજિલન્સ કોર્પોરેટની 20 ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકીંગ હાથ ધરતાં તાલુકાના છ ગામોમાંથી 41 જોડાણોમાંથી અંદાજે 16 લાખ રૂપિયાની વીજચોરી ઝડપી પાડી છે.

શિયાળાની ગુલાબી ઠંડીના ઠંડક ભર્યા વાતાવરણ માં હાંસોટ તાલુકાના નગરજનો મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે આજે અચાનક વહેલી સવારે ડી. જી. વી. સી. એલ. કંપનીની વિજિલન્સ કોર્પોરેટ ની 20 ટીમો પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. હાંસોટ તાલુકામાં આવેલાં કાંટાસાયણ, અલવા, સુણેવકલ્લા, આમોદ અને ખરચ ગામોમાં વીજજોડાણોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

250 જેટલા ઘરોની તપાસ કરતાં 20 મીટર તથા 21 એન સી (ડાયરેક્ટ) વાયર આમ કુલ 41 કેસ મળી અંદાજીત 16 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. વીજકંપનીના ચેકિંગના પગલે વીજચોરી કરતાં લોકોમાં દોડધામ મચી ગઇ છે.

Latest Stories