ભરૂચ : શહેરમાં હનુમાન જયંતીની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી

New Update
ભરૂચ : શહેરમાં હનુમાન જયંતીની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી

કોરોના કાળ વચ્ચે ભરૂચ શહેરમાં હનુમાન જયંતી નિમિત્તે મંદિરોમાં સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જીલ્લામાં આજે ઠેર-ઠેર હનુમાન જયંતી નિમિત્તે સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચનાં સુથીયાપુરામાં આવેલ ચમત્કારી હનુમાનજી મંદિરે આજે નાના બાળકોને ભોજન કરાવી અને કોરોનાની ગાઈડલાઇન અનુસાર અત્યંત સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચનાં સુથીયાપુરામાં આવેલ ચમત્કારી હનુમાનજી મંદિરનાં યુવક મંડળનાં સભ્યએ જણાવ્યુ હતું કે અમો સતત 10 વર્ષથી હનુમાન જયંતિ નિમિત્તે ભંડારો, શોભાયાત્રા સહિતનાં આયોજનો હાથ ધરીએ છીએ પરંતુ આ વર્ષે કોરોના મહામારીનાં કારણે તમામ આયોજનો બંધ રાખવામાં આવ્યા છે. માત્ર મંદિર પરિસરમાં નાના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું અને સર્વે દર્શનાર્થીઓએ કોરોનાની ગાઈડલાઇન અનુસાર સોશ્યલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક સહિત દર્શન કર્યા હતા.

Latest Stories