ભરૂચ : કોરોનાથી બેફીકર છો અને ગફલતમાં રહો છો , તો આ પુત્રીનું રૂદન જરૂરથી જોજો

ભરૂચ : કોરોનાથી બેફીકર છો અને ગફલતમાં રહો છો , તો આ પુત્રીનું રૂદન જરૂરથી જોજો
New Update

કોરોના વાયરસ હવે ખતરનાક બની ચુકયો છે તેમ છતાં હજી ઘણા લોકો બેફીકર જણાય રહયાં છે પણ હવે અમે તમને બે કિસ્સા બતાવવા જઇ રહયાં છે તે જોઇ તમારી આંખો ભીની તો થઇ જ જશે પણ કોરોના કેવો કહેર વર્તાવે છે તેનો અંદાજો પણ આવી જશે....



ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક આવેલાં કોવીડ સ્મશાન ખાતે સળગતી ચિત્તાઓ કોરોના વાયરસ કઇ હદ સુધી વકરી ચુકયો છે તેનો ચિતાર આપી રહી છે. થ્રી લેયર બેગમાં લપેટાઇને આવતાં મૃતદેહો આગમાં ભસ્મીભુત તો થઇ જાય છે પણ પરિવારના સભ્યોના હૈયામાં તેમની યાદોની આગ કદી શાંત પડતી નથી. કોરોનાથી સંક્રમિત ન થઇ જવાય તે માટે પરિવારના સભ્યોને અગ્નિદાહથી દુર રાખવામાં આવે છે. ભરૂચમાં એક પિતાનું કોરોનાના કારણે અવસાન થતાં તેમના નશ્વર દેહને હોસ્પિટલથી સીધો સ્મશાન ખાતે લાવવામાં આવ્યો હતો. આ સમયે તેમની પુત્રીનું પણ આગમન થયું હતું. તે અભ્યાસ માટે પરિવારથી દુર રહેતી હતી. નાનપણથી પિતાના લાડકોડથી ઉછરેલી પુત્રી તેના પિતાના અંતિમ દર્શન કરવા માટે તડપતી રહી... સ્મશાનના સ્વયંસેવકો પણ તેના હૈયાફાટ રૂદન પાછળનું દર્દ સારી રીતે સમજતાં હતાં પણ તેઓ પણ મજબુર હતાં. પિતાના અંતિમ દર્શન માટે પુત્રી રડતી રહી રહતી રહી. પાવન સલિલા મા નર્મદાના શાંત નીર અને ચિત્તામાંથી ઉઠતાં ધુમાડા પણ જાણે આ દ્રશ્ય જોઇને રડી પડયાં હોય તેમ લાગતું હતું.



હવે અન્ય એક કિસ્સા પર નજર નાંખીએ... આજે ખ્રિસ્તી સમુદાયનું ગુડ ફ્રાઇડેનું પર્વ હતું. ભગવાન ઇસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરવાનો દિવસ પણ આજ દિવસે ભરૂચના એક ખ્રિસ્તી પરિવાર ઉપર આભ તુટી પડયું હતું. આજના દિવસે એક ખ્રિસ્તી પરિવારના પતિ અને પત્ની બંનેનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેમાં પિતા આજે કોરોના સામેનો જંગ હારી ગયાં હતાં જયારે માતા હજી જીવન- મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. ગુડ ફ્રાઇડેના પવિત્ર દિવસે જ પિતાની છત્ર છાયા ગુમાવનાર દીકરી હૈયાફાટ રૂદને કબ્રસ્તાન ખાતે આંખોની પાંપણો ભીંજવી દીધી હતી.કોરોના વાયરસની મહામારીને લોકો મજાકમાં લઈ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું ઉપયોગ કર્યા વગર બેફામ ફરી રહ્યા છે તેમના માટે આ દુઃખદ ઘટના શીખ આપી જાય છે કે આપડે કોરોના વાયરસની મહામારી ને હલકા માં લેવાની ભૂલ ન કરીએ ..

#Bharuch #Connect Gujarat #gujarati samachar #COVID19 #NarmadaRiver #cremationground #fatherfuneral
Here are a few more articles:
Read the Next Article