ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ચોમાસાને ધ્યાને લઈ મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે રોડ રસ્તા સહિતના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે તે હેતુસર ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે આયોજિત બેઠકમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત,નગરપાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન અને પક્ષના નેતાઓ તેમજ સંગઠનના મહામંત્રીઓની અગત્યની બેઠક યોજાઇ હતી.
bjp bharuch
જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાએ ચોમાસામાં લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માર્ગદર્શન આપ્યું હતું