/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/09132753/maxresdefault-7.jpg)
રાજપારડી પોલીસે આંતરરાજ્ય બાઈક ચોરી ટોળકીના બે સાગરિતોને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીની 21 બાઇક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજપારડી પોલીસ મથકની ટીમ ગતરોજ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સારસા ડુંગર થી રાજપારડી આવતા બાઇક ચાલકોને રોકી તપાસ કરતા દસ્તાવેજ મળી આવ્યા ન હતા આથી પોલીસે તેઓની અટકાયત કરી કડક પૂછતાછ કરતા બન્ને આંતર રાજ્ય બાઇક ચોર ટોળકીના સાગરીતો હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ ભરૂચ ઉપરાંત સુરત સહિતના જિલ્લાઓમાંથી બાઇક ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો તેઓ બાઈકની ચોરી કરી મધ્યપ્રદેશ લઈ જતા હતા અને બાદમાં બાઇકને અલીરાજપૂરના જંગલમાં સંતાડી દેતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કુલ 6 પૈકી 2 આરોપી કરણ તોમર અને પિન્ટુ તોમરની ધરપકડ કરી તેઓ પાસેથી ચોરીની 21 બાઇક સહિત રૂપિયા 4.95 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.