ભરૂચમાં નિકળશે રથયાત્રા
અષાઢીબીજના રોજ રથયાત્રાનું આયોજન
ઇસ્કોન પરિવાર દ્વારા યોજાશે રથયાત્રા
તૈયારીઓને અપાય રહ્યો છે આખરી ઓપ
મોટી સંખ્યમાં લોકોને જોડાવા આમંત્રણ
ભરૂચ જીઆઇડીસીમાં આવેલ ઇસ્કોન મંદિર પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયુ છે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આવનારા અષાઢી બીજના રોજ ભરૂચ જીઆઇડીસીમાં આવેલ ઇસ્કોન મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની 12 મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે.
આ રથયાત્રા શીતલ સર્કલથી પ્રસ્થાન કરશે અને કસક સર્કલ,મક્તપુર રોડ ,જ્યોતિનગર તુલસીધામ, ચામુંડા મંદિર ઝાડેશ્વર બસ સ્ટેન્ડ થઈ કે.જી.એમ. હાઇસ્કુલ પર સાંજે 7:00 વાગ્યે પૂર્ણ થશે ત્યાર બાદ ભગવાન જગન્નાથની મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાના દિવ્ય ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા ઇસ્કોન મંદિર પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
