• વાહનચાલકોને ફરી એકવાર મોંઘવારીનો ઝટકો લાગ્યો

  • CNG ગેસમાં ભાવ વધારાના કારણે બજેટ ઉપર અસર

  • ઇંધણ ખર્ચના કારણે ભાડાઓમાં વધારો થવાની શક્યતા

  • જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા રજૂઆત કરાય

  • વિવિધ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું 

CNG ગેસના ભાવ વધારાના કારણે પડતી મુશ્કેલીઓ વચ્ચે ભરૂચમાં જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ શહેરમાં હજારો વાહનચાલકોને ફરી એકવાર મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં CNG ગેસમાં સતત થયેલા ભાવ વધારાના કારણે હવે લોકોના દૈનિક બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે. શહેરોમાં CNGના ભાવમાં ફરી વધારો કરવામાં આવતા તેમજ વધતા ઇંધણ ખર્ચના કારણે ભાડામાં પણ વધારો થવાની શક્યતાઓ વર્તાય રહી છે. CNG ગેસના ભાવ વધવાના કારણે ભરૂચમાં રીક્ષા ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છેત્યારે આ મામલે ભરૂચમાં જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં નવા પરમીટ બંધ કરવામાં આવેટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેમજ 15 વર્ષ જૂની રિક્ષાઓ સામે કાર્યવાહી કરવામાં આવે સહિતની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.