New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/05174342/4a6e21ab-e33d-47db-9698-1520ff3855fe.jpg)
ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે જંબુસર પિલુદ્રા ગામેથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડયો છે.
ભરૂચ જિલ્લા ના જંબુસર તાલુકા ના પીલુદરા ગામ પાસે આવેલી કેનાલ નજીક ભરૂચ એસ.ઓ.જી ને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા એસઓજી ટીમે આરોપી શીવાભાઈ ભીમાશંકર પરમાર ના ઘરે તપાસ કરી હતી. તેના ઘરની અંદર સંતાડેલો ગાંજાનો 7 કિલો 962 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. ગાંજાના જથ્થાને સાથે એક મોબાઈલ,વજન કાંટો, વજનીયા મળી કુલ રૂપિયા 48,572ના કિંમત નો મુદામાલ કબજે લેવાયો છે. આરોપી જથ્થો ક્યાંથી અને કોની પાસે થી લાવ્યો હતો તે તરફ વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
Latest Stories