ભરૂચ : ઝઘડીયાના રાજપારડી નજીકથી ભેંસો ભરેલી ટ્રક ઝડપી પાડતી પોલીસ

New Update
ભરૂચ : ઝઘડીયાના રાજપારડી નજીકથી ભેંસો ભરેલી ટ્રક ઝડપી પાડતી પોલીસ

ઝઘડીયાના રાજપારડી નજીકથી પોલીસે ગેરકાયદે રીતે ભેંસોનું વહન કરતી ટ્રકને ઝડપી પાડી છે. ટ્રકમાંથી 17 ભેંસોને મુકત કરાવી ડ્રાયવર સહિત બે આરોપીની અટકાયત કરી છે.

Advertisment

પોલીસ સુત્રીય માહિતી અનુસાર ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ગઇકાલે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, એક ટ્રકમાં ગેરકાયદે રીતે ભેંસોનું વહન કરવામાં આવી રહયું છે. બાતમીના આધારે રાજપારડી- ભાલોદ રોડ પર માધુમતિ નદી પાસે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમી મુજબની ટ્રકને અટકાવી તલાશી લીધી હતી. જેમાં ભેંસોના વહન માટે કોઇ પણ પ્રકારના દસ્તાવેજો હતાં.

જેથી ટ્રકના ડ્રાયવર અને સેલંબાના રહેવાસી હિતેશ ભોઇ અને તેની સાથે રહેલાં છડવેર ગામના સમીર મણિયારની અટકાયત કરી હતી. બંનેની પુછપરછ કરવામાં આવતાં તેમણે આ ભેંસો ભાલોદ ખાતે રહેતા મલેક મોહંમદહુશેન તથા ઉમલ્લાના સુલેમાન ઉમરશા દિવાને ભરાવેલી હોવાની કબુલાત કરી હતી. આ ભેંસોને ટ્રકમાં મુશ્કેટાટ હાલતમાં અને ઘાસચાર તેમજ પાણીની વ્યવસ્થા વિના બાંધવામાં આવી હતી. પોલીસે 17 નંગ ભેંસ તથા ટ્રક મળી કુલ 9.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment