New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/12145700/maxresdefault-149.jpg)
જંબુસર શહેરની સિધ્ધિવિનાયક સોસાયટીમાં રહેતાં 14 વર્ષના કિશોર ઉપર કપિરાજે હુમલો કરતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
જંબુસર શહેરમાં એક તરફ કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે તેવામાં હવે કપિરાજના આતંકની ઘટના સામે આવી છે. જંબુસરની સિધ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતાં અને 14 વર્ષની ઉમંર ધરાવતાં ધર્મવીરસિંહ શૈલેન્દ્રસિંહ સિંધા ઉપર અચાનક કપિરાજે હુમલો કરી દીધો હતો. કપિરાજે કિશોરને પગના ભાગે બચકું ભરી લેતાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. ઘટના બાદ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છે અને તેમણે કપિરાજને પકડવા માટે વન વિભાગ કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે.