ભરૂચ : જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય તમામ દુકાનો રહેશે બંધ : ભરૂચ પોલીસ

New Update
ભરૂચ : જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય તમામ દુકાનો રહેશે બંધ : ભરૂચ પોલીસ

ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

કોરોનાનાં વધતા કહેર વચ્ચે સરકાર દ્વારા રાત્રી કરફ્યુ બાદ દીવસે પણ નિયમો ચુસ્ત બનાવાયા છે. સરકારની નવી ગાઇડલાઈન મુજબ માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયની તમામ દુકાનો, મોલ, મલ્ટીપ્લેક્સ સહિતની દુકાનો બંધ રાખવા જાહેરનામું બહાર પાડવા આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા બાહર પડાયેલા જાહેરનામાના અંગે ઘણા વેપારીઓ અસમંજસમાં હતા અને ઘણા વેપારીઓએ સવારે દુકાનો ખોલી અને બાદમાં બંધ પણ કરી હતી. તંત્ર દ્વારા કોરોના સંક્રમણની ચેનને તોડવા અને ભરૂચમાં વધતા કેસોને ધ્યાને રાખી બહાર પાડવામાં આવેલ જાહેરનામાની માહિતી અંગેની જાણકારી આપવા નાયબ પોલીસ અધિક્ષક એમ.પી ભોજાણીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.

Latest Stories