ભરૂચ જિલ્લાના જંબુસર નજીક વેડચ પોલીસ મથકની હદમાં આવેલ એક ગામના ખેતરમાં મહિલા સાથે દુષ્કર્મ આચરનાર 2 ઈસમોની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, વેડચ પોલીસ મથકની હદમાં આવેલ એક ગામના ખેતરમાં 50 વર્ષીય મહિલા બપોરના સમયે પાકને સાચવવા ગઈ હતી. તે દરમ્યાન 2 ઇસમોએ મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાએ વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યો હતો. પોલીસે ગુન્હો દાખલ કરી બન્ને આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના હવાલે કર્યા હતા.