ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત પૌરાણિક રામજી મંદિર ખાતે શ્રી મહાબલી ગ્રુપ-ભરૂચ દ્વારા હનુમાન ચાલીસાનું સામુહિક પઠન કરવામાં આવ્યું હતું.
એવું કહેવાય છે કે, હનુમાનજીના નિરંતર જાપથી પોઝિટિવ ઉર્જા મળે છે. ભારત સહિત વિશ્વને વિવિધ સમસ્યાઓએ ભરડો લીધો છે, ત્યારે શ્રી મહાબલી ગ્રુપ-ભરૂચ દ્વારા વૈશ્વિક કલ્યાણની ભાવના સાથે સામહિક હનુમાન ચાલીસા પઠનના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ભરૂચના દાંડિયા બજાર સ્થિત પૌરાણિક રામજી મંદિર ખાતે હનુમાન ચાલીસાનું સામુહિક પઠન કરવામાં આવ્યું હતું. જેમાં આયોજક કિરણ જોશી, જ્યેન્દ્ર ભટ્ટ, હેમલ દવે સહિત મોટી સંખ્યામાં મહાબલીના ભક્તો ઉપસ્થિત રહી હનુમાન ચાલીસાના સામુહિક પઠનનો લાભ લીધો હતો.
