/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/21183002/maxresdefault-287.jpg)
ભરૂચ તાલુકાના વાંસી ગામમાં પ્રથમ વખત સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવતાં 17 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયાં હતાં. હિંદુ તથા મુસ્લિમ બંને કોમના યુગલોએ એક જ મંડપ હેઠળ નિકાહ તથા લગ્ન કરતાં કોમી એકતાની અનોખી મિસાલ જોવા મળી હતી. બાપજી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ ના ઉપક્રમે પ્રથમ કોમી એકતા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતાં ગરીબ અને મધ્યમવર્ગીય વાલીઓને રાહત સાંપડી હતી. કોરોનાના કહેર વચ્ચે લગ્નનો ખર્ચ કાઢવો મુશ્કેલ બની ગયો છે તેવામાં આ સમુહલગ્નનું આયોજન આર્શિવાદ સમાન બની રહયું હતું. ગામના હિન્દુ મુસ્લિમ યુવકોએ ભેગા મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વાંસીના સરપંચ નિયાઝભાઈ મલેક અને ટ્રસ્ટના આગેવાન ઐયુબ બાપુ તથા અન્ય આગેવાનોએ હાજર રહી નવયુગલોને આર્શીવાદ અને દુઆઓ આપી હતી. સેવાભાવીઓ તરફથી નવા યુગલોને વિવિધ ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવી હતી.