ભરૂચ : MLA ડી.કે.સ્વામીના હસ્તે આમોદ તાલુકામાં વિકાસના વિવિધ કાર્યોનું કરાયુ ખાતમુહૂર્ત
ભરૂચના જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીજીના હસ્તે આમોદના કોરા ગામે આરોગ્યલક્ષી, નવા બનનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નું ખાતમુર્હુત ગુજરાત | Featured | સમાચાર
ભરૂચના જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીજીના હસ્તે આમોદના કોરા ગામે આરોગ્યલક્ષી, નવા બનનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. તો, સાથે કોરાથી નવ કિમીના અંતરે આવેલ સારોદ , કોરાથી ઓરંગપુર ટીમ્બી, કોરાથી સંભા વગેરે ગામોને જોડતા ડામર રોડાના આંતરિક રસ્તાઓનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.કોરા ગામે આકાર લેનાર નવું PHC, 1.58 કરોડની ગ્રાન્ટમાંથી નવનિર્મિત થશે આ પ્રસંગે કોરા ગામના આગેવાન હર્ષદસિંહ ગોહિલ, રફીક મલેક અને ડેપ્યુટી સરપંચ તેમજ, કોરા ગામના આગેવાનો અગ્રણીઓ સહીત, આજુબાજુના ગામના સરપંચ
ગ્રામજનો સહીત ઉપસ્થિત રહ્યા.
