ભરૂચ: આગકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા વિવિધ કોવિડ સેન્ટર અને હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાય

New Update
ભરૂચ: આગકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા વિવિધ કોવિડ સેન્ટર અને હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાય

ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં લાગેલ ભીષણ આગમાં 16 દર્દી સહિત કુલ 18 લોકોના મોત નિપજ્યા હતા ત્યારે હવે તંત્ર હરકતમાં આવ્યું છે. સરકારની સૂચનાથી ફાયર વિભાગ દ્વારા આજરોજ વિવિધ કોવિડ સેન્ટર અને હોસ્પિટલમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ નગર સેવા સદનના ફાયર વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલ, સરકારી ઇજનેરી કોલેજ અને કૃષિ કોલેજ ખાતે બનાવવામાં આવેલ કોવિડ સેન્ટર ખાતે મોકડ્રિલ યોજાય હતી જેમાં હોસ્પિટલ કે કોવિડ સેન્ટરમાં આગનો બનાવ બને ત્યારે કરનાર કામગીરી અંગે રિહર્સલ કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં ભરૂચ સહિત ગુજરાતની અનેક હોસ્પિટલમાં આગ લાગી ચુકી છે ત્યારે ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.