ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવાનને નદીમાં ફેંકી દેવાયો હોવાની વિગતો બહાર આવી છે વ્યાજખરોના મળતીયાઓએ યુવાનને વ્યાલે લીધેલ પૈસા પરત ન આપતા નદીમાં ફેંક્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
બનાવની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના ભડકોદરામાં રહેતા રાજુ શાહ નામના ઇસમને ભરૂચ નજીક નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. યુવાનની બાઈક બ્રિજ પર સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જોતા તેણે તાત્કાલિક સ્થાનિકોને મદદ માટે બોલાવ્યા હતા અને યુવાનને નદીમાંથી બહાર કાઢ્યો હતો.આ અંગે યુવાનના આક્ષેપ અનુસાર તેણે એક ઈસમ પાસે વ્યાજે રૂપિયા લીધા હતા જેની ઉઘરાણી માટે વ્યાજખોરના મળતિયાઓએ તેને બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો હતો.2 કલાક સુધી નદીમાં પાઇપ પકડીને તેણે પોતાનો જીવ બચાવ્યો હતો.આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.હાલ યુવાનની ઉલટ તપાસ પણ પોલીસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.જો કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી
