ભરૂચ : મુલદ ટેકસ પ્લાઝા નજીક નેશનલ હાઇવે પર પડયાં ગાબડાં, જુઓ વાહનચાલકોના હાલ

New Update
ભરૂચ : મુલદ ટેકસ પ્લાઝા નજીક નેશનલ હાઇવે પર પડયાં ગાબડાં, જુઓ વાહનચાલકોના હાલ

નેશનલ હાઇવે

ઓથોરીટી વાહનચાલકો પાસેથી ટોલ વસુલતી હોવા છતાં સારા રસ્તાઓની સુવિધા નહિ મળતી

હોવાની ફરિયાદો ઉઠી છે. ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પાસે રસ્તો બિસ્માર હોવાથી

વાહનચાલકો હાલાકી વેઠી રહયાં છે.

ભરૂચના જુના સરદારબ્રિજમાં ગાબડુ પડયાં બાદ તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. જુના સરદારબ્રિજ પરથી પસાર થતાં વાહનો નવા સરદારબ્રિજ અને ગોલ્ડન બ્રિજ પર ડાયવર્ટ થતાં ટ્રાફિકની સમસ્યા વકરી છે. જુના સરદારબ્રિજનું હજી રીપેરીંગ થઇ શકયું નથી તેવામાં મુલદ ટેકસ પ્લાઝા પાસે હાઇવે પર ગાબડા પડી જતાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રસ્તો બિસ્માર હોવાથી વાહનો ધીમે ચલાવાની ફરજ પડી રહી હોવાથી ટ્રાફિકજામ થઇ રહયો છે.વાહનચાલકોએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે ઓથોરીટી ટોલ ટેકસની વસુલાત કરે છે પણ સારા રસ્તાઓની સુવિધા આપી શકતી નથી. અકસ્માત સર્જાય તે પહેલા હાઇવે પર પડેલા ગાબડાઓ પુરવામાં આવે તે જરુરી છે.

Latest Stories