New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/08182318/WhatsApp-Image-2020-10-08-at-6.10.54-PM-e1602161623404.jpeg)
ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી નશીલા પદાર્થોના વેચાણ સામે પોલિસ કાર્યવાહી કરી રહી છે. જેના સંદર્ભમાં ભરૂચ પોલીસે 4.34 લાખ રૂપિયાની કિમંતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે મુંબઈના યુવાનને દબોચી લીધો છે.
વડોદરા રેન્જના આઇજી હરિકૃષ્ણ પટેલ તેમજ ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના સીધા માર્ગદર્શન હેઠળ એસઓજી તથા સી ડિવિઝન પોલીસે ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન મુંબઈની ગોરગાવ વિસ્તારમાં રહેતા ઇકરામ પટેલની શંકાના આધારે અટકાયત કરી તલાશી લીધી હતી. તેની પાસે થી 43 ગ્રામ 40 મિલી ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ ક્યાથી લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Latest Stories