ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ શરૂ કરવા કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલાએ પત્ર દ્વારા જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત

New Update
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ શરૂ કરવા કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલાએ પત્ર દ્વારા જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત

ભરૂચમાંથી પસાર થતી નર્મદા નદી ઉપર નિર્માણ પામી રહેલા નર્મદા મૈયા બ્રીજનું લોકાર્પણ રામનવમીના રોજ થવાનું હોવાની વાત વહેતી થઈ હતી, ત્યારે હવે નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ ક્યારે કરવામાં આવશે તે મામલે કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે.

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની સમાંતર નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. જે બ્રિજ ૩૦ મહિનામાં તૈયાર કરવાનો હતો, તે બ્રિજને આજે 6 વર્ષ થવા છતાં પણ આ બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો નથી. નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલાને નર્મદા મૈયા બ્રીજનું લોકાર્પણ રામનવમીના દિવસે કરવામાં આવશે તેવી માહિતી હતી.

પરંતુ રામનવમીની તિથિ પણ જતી રહી છતાં પણ નર્મદા મૈયા બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો નથી અને તેનું લોકાર્પણ માટેનું કોઈ મુહૂર્ત ન નીકળતા હોવાના કારણે તેમજ ભરૂચ શહેરની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર દરમ્યાન દમ તોડી રહેલા દર્દીઓના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે અંકલેશ્વરના દક્ષિણ છેડે કોવિડ સ્મશાનમાં લઈ જવા માટે ગોલ્ડન બ્રિજમાંથી પસાર થવું પડે છે, ત્યારે ગોલ્ડન બ્રિજમાં વાહનોના ટ્રાફિક જામનો ભોગ બનતા હોવાના કારણે અન્ય ટુ વ્હીલર વાહન ચાલકોને પણ કોરોના સંક્રમણનો ભય સતાવતો હોવાથી નર્મદા મૈયા બ્રિજને વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલાએ ભરૂચ જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે.

Latest Stories