ભરૂચ:નેત્રંગ પોલીસે રૂપિયા 2.97 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

New Update
ભરૂચ:નેત્રંગ પોલીસે રૂપિયા 2.97 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

નેત્રંગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એન.જી પાંચાણી અને પોલીસકર્મીઓ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન  પીકઅપ ગાડી નં - GJ-2-BD-2239 માં વિદેશી દારૂનો જથ્થો  ડેડીયાપાડા તરફથી આવનાર છે અને ઝગડીયા તથા અંકલેશ્વર તરફ જનાર છે તેવી બાતમી મળતા થવા ચેકપોસ્ટ પાસેથી  પીકઅપ ગાડીનો પુરતા પોલીસ બંદોબસ્ત સાથે પીછો કરતાં બલદવા ડેમ તરફ જતા રોડ પર ચાલક પીકઅપ ગાડી મુકી ફરાર થઇ ગયો હતો. પોલીસે પીકઅપ ગાડીમાંથી
રૂપિયા ૧,૪૭,૬૦૦નો વિદેશી દારૂનો જથ્થો સહિત પીકઅપ મળી કુલ ૨,૯૭,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે