ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ૧૦ મી એપ્રિલ ૨૦૨૬ને શુક્રવારે ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકાઓ પૈકી અંકલેશ્વર નગરપાલિકા ખાતે 21 નામાંકનપત્રો, જંબુસર નગરપાલિકા ખાતે 15 નાંમાકનપત્રો, ભરૂચ નગરપાલિકા ખાતે 15 અને આમોદ નગરપાલિકા ખાતે 20 મળી કુલ 71 જેટલી બેઠક ઉપર નામાંકનપત્રો ભરાયા હતા.
જિલ્લાની સ્થિતિએ વાત કરીએ તો, આજરોજ જિલ્લા પંચાયતની કુલ બેઠક પૈકી આજરોજ 34 બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરાયાં હતા. જેમાં બેઠકવાર વાત કરીએ તો, ભરૂચ તાલુકામાં 07, ઝઘડીયા તાલુકામાં 11, જંબુસર તાલુકામાં 01 અને આમોદ તાલુકામાં 00, વાગરા તાલુકામાં 04, નેત્રંગ તાલુકામાં 03, અંકલેશ્વર 06, અને વાલીયા 03 જિલ્લા પંચાયતની બેઠક પર નાંમાકનપત્રો ભરાંયા હતા.
જ્યારે તાલુકાવાર સ્થિતિ જોતા, જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોની કુલ ૧૮૨ બેઠકો પૈકી આજરોજ 151 જેટલી બેઠક પર નાંમાકન ફોર્મ ભરાયા હતા. જ્યાં આમોદ તાલુકામાં 10, વાગરા ખાતે 10, જંબુસર 19, નેત્રંગ તાલુકામાં 12, ઝઘડીયા તાલુકામાં 34 અને ભરૂચ તાલુકામાં 29 અને વાલિયા તાલુકામાં 14, અંકલેશ્વર માં 21 અને હાંસોટ તાલુકામાં 02 તાલુકા પંચાયત બેઠકો પર નામાંકનપત્રો ભરાયાં હતા.
