ભરૂચ: નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં નવસારીના વિદ્યાર્થીનો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ: નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં નવસારીના વિદ્યાર્થીનો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી
New Update

ભરૂચ સિવિલ હોસ્પિટલ પરિષરમાં આવેલ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. નવસારીના બોયઝ હોસ્ટેલના રૂમ નંબર 107માં રહેતા હાર્દિક દિલિપ પટેલ નામના વિદ્યાર્થીએ તેના રૂમના પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.

publive-image

બપોરના સમયે હાર્દિક જમવા ન જતાં તપાસ કરવામાં આવી હતી ત્યારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ હોસ્ટેલ સંચાલકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો. વિદ્યાર્થીએ અંતિમવાદી પગલું શા માટે ભર્યું એ જાણવા મળી શક્યું નથી

#Bharuch #Navsari #Suicide Case #Bharuch News #Suicide News #Navsari News #Connect Gujarat News #Bharuch Suicide News
Here are a few more articles:
Read the Next Article