• ભરૂચના કોંગ્રેસના સભ્યોની રજુઆત

  • વોર્ડ નંબર 2ના નગર સેવકોએ કરી રજુઆત

  • ચીફ ઓફિસરને રજુઆત કરાય

  • પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવા માંગ

  • સાફ સફાઈ અંગે પણ રજુઆત કરાય

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર2ના વિપક્ષના નગર સેવકો દ્વારા ચીફ ઓફિસર સાથે મુલાકાત કરી વિવિધ પ્રશ્ને રજુઆત કરવામાં આવી હતી. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2ના વિપક્ષના નગરસેવકોએ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ સાથે મુલાકાત કરી અને વિસ્તારમાં ચાલતા વિવિધ પ્રશ્નોને લઈને લેખિત રજુઆત કરી હતી.
નગરસેવકો દ્વારા ખાસ કરીને પ્રી-મોન્સૂન કામગીરીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી. તેઓએ જર્જરિત મકાનો ઉતારી લેવા, કાંસ અને નાળાની નિયમિત સાફ સફાઈ કરવાની તેમજ જોખમી વૃક્ષોના ટ્રીમિંગ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.આ ઉપરાંત, બાયપાસ બ્રિજ નીચે ફેલાતી ગંદકી અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.
નગરસેવકોએ જણાવ્યું કે અહીં નિયમિત સફાઈ ન થવાને કારણે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહી છે, જેથી તાત્કાલિક અને નિયમિત સફાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવે.આ મુલાકાતમાં વિપક્ષના નગરસેવકો સમસાદ સૈયદ અને હેમેન્દ્ર કોઠી વાલા સહિત અન્ય સભ્યો પણ જોડાયા હતા. નગરસેવકોએ ચીફ ઓફિસરને રજૂઆત પર વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ કરી.