ભરૂચ : પાલિકા 900 રૂા. પાણી વેરો વસુલે છે પણ નર્મદા નિગમને ચુકવતી નથી પૈસા, જુઓ શું છે વિવાદ

New Update
ભરૂચ : પાલિકા 900 રૂા. પાણી વેરો વસુલે છે પણ નર્મદા નિગમને ચુકવતી નથી પૈસા, જુઓ શું છે વિવાદ

ભરૂચ નગરપાલિકાએ સરદાર સરોવર નર્મદા નિગમને પાણીના 25 કરોડ રૂપિયા ચુકવવાના બાકી હોવાનો આક્ષેપ જાગૃત નાગરિકે કર્યો છે. નગરપાલિકા દરેક ઘર દીઠ વાર્ષિક 900 રૂપિયા પાણી વેરો ઉઘરાવતી હોવા છતાં દેવું કેવી રીતે વધી ગયું તેવા સવાલો જાગૃત નાગરિકે ઉઠાવ્યાં છે….

ભરૂચ નગરપાલિકાની ચુંટાયેલી બોડીની ટર્મ પુરી થવા જઇ રહી છે ત્યારે પાણી વેરા અને વિકાસકામો બાબતે જાગૃત નાગરિક બિપિનચંદ્ર જગદીશવાલાએ સવાલો ઉઠાવ્યાં છે. બિપિનચંદ્ર જગદીશવાલા નિવૃત કાર્યપાલક ઇજનેર છે અને ઘણા સમયથી પાલિકામાં ચાલી રહેલાં ભ્રષ્ટાચાર સામે સવાલો ઉઠાવ્યાં છે. તેમણે જણાવ્યું છે કે,  નગરપાલિકા પાણી વેરા પેટે ભરૂચની જનતા પાસે કનેક્શન દીઠ 900 રૂપિયા લઈ રહી છે ત્યારે બીજી બાજુ નગરપાલિકા પાલિકા નિગમ ને રૂપિયા ન આપતી નથી. નગરપાલિકાનું પાણી નિગમમાં 25 કરોડ રૂપિયા જેટલું દેવું થઈ ગયુ છે.  જો નગરપાલિકા એ નર્મદા નિગમ ને રૂપિયા નથી ચૂકવ્યા તો ભરૂચ ની જનતા પાસેથી પાણીના વેરા ના નામે ઉઘરાવેલા નાણાં પરત કરે  તેવી તેમણે માંગ કરી છે….

બીજી તરફ બિપિન ચંદ્રના આક્ષેપો સામે નગરપાલિકાના પ્રમુખ સુરભિ તમાકુવાલાએ  જણાવ્યું હતું કે બિપિનભાઇએ કરેલા આક્ષેપો પાયા વિહોણા છે જે પણ વેરો ઉઘરાવવા માં આવે છે એ નાણા પાણી લોકોના ઘર સુધી પોહચાડવાના ખર્ચ થઈ જાય છે.  83 લાખ ની ચુકવણી સામે માત્ર 24 લાખ જેટલી રકમજ  નગરપાલિકા ને પાણી વેરા સ્વરૂપએ મળે છે જેના કારણે રકમ પુરી રકમ ભરાતી નથી.ભરૂચ નગર પાલિકાએ પણ નર્મદા નિગમને લેખિત માં જાણ કરી છે કે ભરૂચની નર્મદા નદી ડેમ ના ડાઉન્સ્ટ્રીમમાં આવતી હોય જિલ્લાને મફતમાં પાણી આપવામાં આવે…

Latest Stories