ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામ ખાતે ભરાતો દેવ દિવાળીનો મેળો કોરોના વાયરસના સંક્રમણના કારણે રદ કરવામાં આવ્યો છે પણ નર્મદા સ્નાન અને પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં ભાવિક ભકતો ઉમટી પડયાં હતાં..
નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ખાતે કાર્તિકી અગિયારસથી પૂનમ સુધી સૂક્ષ્મરૂપે શંકર અને વિષ્ણુ સ્વયંભૂ ઉપસ્થિત રહેતા હોવાની માન્યતાનાં આધારે સૈકાઓથી ભગવાન શંકર અને વિષ્ણુના માનમાં અહીં 5 દિવસની જાત્રા યોજાઇ છે. શુકલર્તીથની જાત્રામાં લાખો જાત્રાળુઓ ઉમટી ર્તીથાટન, સ્નાન, દર્શન, પિતૃતર્પણ કરી કૃતકૃત્ય થાય છે. જોકે આ વર્ષે ઇતિહાસમાં પ્રથમ વખત મેળો યોજાયો નથી પરંતુ નર્મદા નદી ઉપર થતી તીર્થ શ્રાદ્ધ અને પિતૃ તર્પણ વિધિ માટે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતાં.
નર્મદા શિવ કન્યા હોવાથી તેના બંને કાંઠા પર ઠેરઠેર શિવલિંગ છે કહેવાય છે કે નર્મદા કિનારા પર અંદાજીત 2000 શિવલિંગ સ્થાપિત થયેલા છે નર્મદાના પ્રવાહમાં ખેંચાઈ ઢસડાઈને ગોળ ગોળ બનેલા પથ્થર શિવના બાણ તરીકે પૂજાય છે નર્મદાના બંને કિનારા જેટલા તીર્થ છે તેટલા જ તીર્થ ભારતની કોઇપણ નદીના કિનારે નથી તેમાં પણ માત્ર ગુજરાતની સીમમાં ૧૩૦ જેટલા તીર્થો આવેલા છે નર્મદા તટે ૪૦૦ જેટલા સુપ્રસિદ્ધ ઋષિ-મુનિ તપસ્વીઓએ સેવેલા તપસ્થલીરૂપે તીર્થ સ્થાનો આવેલા છે જેમાં 333 તીર્થ અને 28 વિષ્ણુ તીર્થ આવેલા છે આમ નર્મદા તીર્થ સમય સરિતા છે જેમના શુકલતીર્થ માં શ્રી શુકલેશ્વર કે જેના પરથી નામ પડ્યું અને શ્રી વિષ્ણુનું હુંકારતીર્થ કે જે ઓમકારનાથ આ બે આધ્યા દેવના પૌરાણિક મંદિરોની સાથે આદિત્યેશ્વર ,ગોપેશ્વર ભાગૅલેશ્ચર મહાદેવના મંદિરોની ઈતિહાસીકતા અને પૌરાણિકથી શુકલતીર્થ એ પંચતીર્થ નામથી પણ પ્રચલિત છે
આ તીર્થ ઉપર તીર્થ શ્રાદ્ધ માટેનું કોઈ ઉત્તમ દિવસ હોય તો છે કાર્તિકે પૂર્ણિમા પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી ના કારણે કાર્તિકી પૂર્ણિમાનો મેળો ગ્રામ પંચાયત દ્વારા રદ કરવામાં આવ્યો હતો.પરંતુ આ તીર્થ ની તપોવન ભૂમિ ઉપર પિતૃ તર્પણ વિધિ તેમજ અન્ય વિધિ કરવાથી મૃત્યુ લોકોને મોક્ષ પ્રાપ્તિ થતી હોવાની પણ માન્યતાઓ રહેલી છે જેના કારણે ગત મોડી રાત્રિએ થી લોકો નર્મદા નદીના ઘાટ ઉપર પિતૃ તર્પણ વિધિ તેમજ તીર્થ શ્રાદ્ધ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સમગ્ર રાત્રી દરમિયાન નર્મદા નદીના ઘાટ ઉપર અંધારપટ વચ્ચે પણ ભૂદેવોએ વિધિ કરાવી હતી.