New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/27165242/12-2.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ ગુજરાત હાઉસીંગ બોર્ડમાંથી ભરૂચ એસઓજી પોલીસ અને શહેર પોલીસે કરેલ સંયુક્ત રેડમાં 2 કિલો ઉપરાંતના ગાંજાના જથ્થ સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ભરૂચ એસઓજી પોલીસને અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતો સલીમ સાદીક પટેલ ગાંજાનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ સાથે સંયુક્ત રેડ કરતા સલીમ સાદિક પટેલ પાસેથી 2 કિલો અને 100 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો ભરૂચ એસઓજી પોલીસ અને શહેર પોલીસે સલીમ સાદિક પટેલની ધરપકડ કરી રૂપિયા 12,600 ની કિંમતનો ગાંજાનો જથ્થો કબ્જે કરી એસઓજી પોલીસે તેના વિરુદ્ધ શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories