ભરૂચ : પુત્રી સાથે દુષ્કર્મ કરનારાની હત્યા કરનારા પિતાની મદદ કરશે પોલીસ કર્મી

New Update
ભરૂચ : પુત્રી સાથે દુષ્કર્મ કરનારાની હત્યા કરનારા પિતાની મદદ કરશે પોલીસ કર્મી

અંકલેશ્વરમાં પોતાની પુત્રી સાથે દુષ્કર્મ કરનારા યુવાનની હત્યા કરવાના આરોપસર જેેલમાં રહેલાં પિતાની મદદે પોલીસ હેડ કોન્સટેબલ અને તેમનો પરિવાર આવ્યો છે.

અંકલેશ્વરના એક વિસ્તારમાં રહેતી 5 વર્ષીય બાળા ઉપર એક હવસખોરની નજર બગડી હતી. તેના મનમાં વાસનાનો કીડો સવાર થઇ જતાં તે પાંચ વર્ષની બાળકીને પટાવી ફોસલાવી  શૌચાલયમાં લઇ ગયો હતો. જયાં તેણે માસુમ બાળકીની પીખી નાંખી હતી. ઘટનાની જાણ સગીરાના પિતાને થતાં તેણે આરોપી લાલુ રાજુ બિહારીને શોધી નાખ્યો હતો. લોકોએ લાલુ બિહારીને ઢોર માર મારતાં તેને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનામાં પોલીસે બાળકીના પિતાની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. ભરૂચ પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં મનીષ મિસ્ત્રીને ઘટનાની જાણ થતાં તેમણે બાળકીના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકીના પિતા જેલમાં હોવાથી પરિવારનું ગુજરાન ચાલી શકે તેમ નથી. આવા સંજોગોમાં બાળકીના પિતા નિર્દોષ છુટે તે માટે નીચલી કોર્ટથી લઇ સુપ્રીમ કોર્ટ સુધીની લડત માટેનો તમામ ખર્ચ મનીષ મિસ્ત્રી તથા તેમનો પરિવાર ઉઠાવશે. 

Latest Stories