ભરૂચ : કીમથી ગુમ થયેલી બાળકીનું પોલીસે કરાવ્યું પરિવારજનો સાથે મિલન

New Update
ભરૂચ : કીમથી ગુમ થયેલી બાળકીનું પોલીસે કરાવ્યું પરિવારજનો સાથે મિલન

ભરૂચ પોલીસ અને શહેરના એક જાગૃત નાગરિકની મદદથી સગીરાનું તેના પરિવારજનો સાથે પુન:મિલન થયું છે કીમના તવક્કલ નગરમાં રહેતી સગીરાનો તેની બહેન સાથે ઝઘડો થતા તે ઘરેથી ભાગી અંકલેશ્વર આવી પહોચી હતી.

publive-image

અંકલેશ્વર આવ્યા બાદ તે શાહનવાઝ સૈયદની પેસેન્જર ઇકો કારમાં બેસી ભરૂચ આવી હતી. ભરૂચ આવી તે કારમાંથી નીચે ન ઉતરતા શાહનવાઝ હુસૈને તેની પુછતાછ કરતા બાળકીએ તેના માતા પિતાનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું આથી તેઓ સગીરાને પોતાના ઘરે લઇ ગયા હતા અને બાદમાં ભરૂચ મહિલા પોલીસ મથક ખાતે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનીટ ખાતે પહોચતા પોલીસે બાળકીની પુછતાછ કરી તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો જેના પગલે સગીરાની સહાનાબેગમ ઇદ્રીશી ભરૂચ આવી પહોચ્યા હતા અને તેમને બાળકીનો કબજો સોપાયો હતો. બહેન સાથે થયેલ તકરારમાં સગીરા ઘરેથી ભાગી આવી હતી ત્યારે ભરૂચના જાગૃત નાગરિકની જાગૃતતા અને પોલીસના સહિયારા પ્રયાસોથી બાળકી પરત તેના ઘરે પહોચી છે

Latest Stories