• સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી

  • ભરૂચમાં વહીવટી તંત્રની તૈયારી

  • પોલીંગ ઓફિસરો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

  • મતદાન મથકમાં કરવામાં આવનાર કામગીરીની અપાય તાલીમ

  • ઇવીએમ અંગે પણ અપાયું માર્ગદર્શન

ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીને ધ્યાને લઇ વહીવટી તંત્ર દ્વારા પોલીંગ ઓફિસરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હરથલ પોલીંગ ઓફિસરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમ કાર્યક્રમ સરકારી એન્જીનીયરિંગ કોલેજ ભરૂચ ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પોલીંગ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અધિકારીઓને મતદાન મથક પર તેમની ફરજો વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખાસ કરીને EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ના ઉપયોગ, તેની સુરક્ષા અને મતદાન પ્રક્રિયા અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. સાથે જ મતદાન દરમ્યાન થનારી શક્ય પરિસ્થિતિઓને કેવી રીતે હેન્ડલ કરવી તેની માહિતી પણ આપવામાં આવી.વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. તાલીમ દ્વારા પોલીંગ સ્ટાફને સજ્જ બનાવી ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે.