New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/05173049/maxresdefault-60.jpg)
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલાં હરીહર કોમ્પલેકસમાં વેપારીઓએ દબાણો કરી દીધાં હોવાની ફરિયાદ મળતાં બૌડાની ટીમે સ્થળ પર પહોંચી દબાણો દુર કરાવ્યાં હતાં. જો કે વેપારીઓએ બૌડાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યાં હતાં.
ભરૂચ - અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ ( બૌડા)ને ઝાડેશ્વર રોડ પર આવેલાં હરીહર કોમ્પલેકસમાં કેટલાક વેપારીઓએ છાપરા સહિતના દબાણો કરી દીધાં હોવાની ફરિયાદ મળી હતી. ફરિયાદની ચકાસણી કર્યા બાદ બૌડાની ટીમ દબાણો હટાવવા માટે પહોંચી હતી. વેપારીઓએ કરેલાં દબાણોને દુર કરાવી દેવામાં આવ્યાં હતાં. બૌડાની કામગીરી સામે વેપારીઓએ સવાલો ઉભા કર્યા છે. એક વેપારીએ તો બૌડાના કર્મચારીઓના નામ સાથે તેઓને પગાર કરતાં વધારે હપ્તો મળતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આવો સાંભળીએ વેપારીએ કોના કોના નામ લીધાં છે…
Latest Stories