ભરૂચ : તલાટીઓને નોટરીની સત્તા આપવામાં આવતા વકીલોમાં વિરોધ વંટોળ

New Update
ભરૂચ : તલાટીઓને નોટરીની સત્તા આપવામાં આવતા વકીલોમાં વિરોધ વંટોળ

ભરૂચ જીલ્લામાં ૨ દિવસથી વકીલ મંડળો સરકાર સામે બાયો ચડાવી તલાટી કમ મંત્રીઓને સોગંદનામું કરવા અંગેનું પરીપત્ર ઈસ્યુ કરતા નોટરી વકીલોની રોજગારી છીનવાઈ હોય તેવી દેહશતના પગલે વકીલ મંડળે ભરૂચ જીલ્લા કલેકટર કચેરી દોડી આવી સરકાર સામે વિરોધ નોંધાવી પરીપત્રને રદ્દ કરવાની માંગ કરતુ આવેદનપત્ર ભરૂચ કલેકટરને સુપ્રત કર્યું હતું.

ભરૂચ જીલ્લામાં છેલ્લા ૮ મહિનાથી કોરોનાના કહેરથી ન્યાયાલયો બંધ રહેતા વકીલો બેરોજગાર બન્યા છે. તેવામાં સરકાર દ્વારા હવે તલાટી કમ મંત્રી ઓ પણ સોગંદનામુ કરી શકશે તેઓ પરીપત્ર પ્રસિદ્ધ કરતા જ નોટરી વકીલોની રોજગારી છીનવાઈ રહી હોવાની દેહશતના પગલે ભરૂચ નોટરી વકીલ એસોસિયેશનના પ્રમુખ સુરેશ મેહતાની આગેવાનીમાં ભરૂચ કલેકટર કચેરી ખાતે સરકારે પ્રસિદ્ધ કરેલા પરિપત્રને રદ્દ કરવાની માંગણી સાથે કલેકટર ને આવેદન પત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરી હતી, અને વકીલોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ૧૨ પાસ તલાટી કમમંત્રીઓને લો ઓફિસરની સત્તા આપવી કેટલી યોગ્ય છે અને કાયદાની વિરુદ્ધ નું પણ છે. ત્યારે સરકાર કોઈ પણ નિર્ણય કરે તો તેઓની કચેરીમાં રહેલા આઈએએસ અધિકારીઓની સલાહ લઈ નિર્ણય કરે તેવા આક્ષેપ વકીલોએ કર્યા હતા.

Latest Stories