• ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સ્વામિનારાયણ ગુડવીલ સ્કૂલ ખાતે આયોજન

  • રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આયોજન

  • સામાજિક સદભાવ બેઠક યોજાઇ

  • હિન્દૂ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચના લિંક રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુડવીલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા સામાજિક સદભાવ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચની સ્વામિનારાયણ ગુડ વિલ સ્કૂલ ખાતે આર.એસ.એસ.ની સામાજિક સદભાવના સમિતિ, શક્તિનાથ દ્વારા સામાજિક સદભાવ બેઠક યોજાઇ હતી કાર્યક્રમમાં હિન્દૂ સમાજમાંથી વિવિધ જ્ઞાતિઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં હિન્દૂ સમાજને એક થવા તેમજ હિન્દૂ સમાજના વિવિધ પ્રશ્નો ઉપર મંથન કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ધર્મજાગરણ મંચના સંયોજક ધર્મેશ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ માર્ગદર્શન આપ્યું હતુ. સામાજિક સદભાવ સમિતિ શક્તિનાથના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં હિન્દૂ સમાજના વિવિધ જ્ઞાતિઓના ભાઈઓ અને બહેનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.