ભરૂચ નગર સેવા સદન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ યથાવત રહી છે ત્યારે આજરોજ વિવિધ વિસ્તારના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા.

ભરૂચ શહેરમાં મુખ્ય માર્ગને અડીને કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિકજામની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય છે .આ અંગેની અનેક ફરિયાદો ભરૂચ નગર સેવા સદનને મળી હતી જેના પગલે છેલ્લા પાંચ દિવસથી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.આ ઝુંબેશ આજે પણ યથાવત રહી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા સાથે જ પોલીસ સ્ટાફનો પણ તેના રહ્યો હતો. પોલીસ દ્વારા પણ મુખ્ય માર્ગને અડીને પાર્ક કરાયેલ વાહનોને લોક કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે નગરસેવા સદન દ્વારા પશ્ચિમ વિસ્તારમાં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા નથી અને આ વિસ્તારના રહીશોને હેરાન કરવામાં આવે છે.