ભરૂચ શહેરના ઝાડેશ્વર સ્થિત તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા વુમન્સ પ્રીમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
રોટરી ક્લબ ઓફ ભરૂચ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા ઝાડેશ્વર સ્થિત તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે વુમન્સ પ્રીમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ અને રોટરી 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન સંતોષ પ્રધાનના હસ્તે મશાલ પ્રજ્વલિત કરી ટોસ ઉછાળીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે યોજાયેલ વુમન્સ પ્રીમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રોટરી ક્લબ સહિત અન્ય સામાજિક સંસ્થાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટી દિનેશ પંડ્યા, રોટરી ક્લબના સભ્ય અમરદીપસિંઘ બુનેટ, વિવેક શાહ, કેતન શાહ સહિતના રોટેરિયન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
