New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/23134020/maxresdefault-313.jpg)
આજે તારીખ 23મી માર્ચ શહીદ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વીર શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો.
આજે તારીખ 23મી માર્ચના રોજના આઝાદીના લડવૈયા ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવને ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા હતા અને ત્રણેય ક્રાંતિવીરોએ હસતા મોઢે મોતને વહાલું કર્યું હતું ત્યારે આજના દિવસને શહિદ દિન તરીકે મનાવવામાં આવે છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આ અંગેનો કાર્યક્રમ શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે યોજાયો જેમાં ભાજપના આગેવાનોએ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા અને ક્રાંતિવીરોના બલિદાનને યાદ કર્યા હતા. સદર કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા તેમજ આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
Latest Stories