-
સંસ્કાર વિદ્યાભવન શાળાના વિદ્યાર્થીની અદ્ભુત સિદ્ધિ
-
CBSE ધો-10’ની પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ આવ્યો
-
ગુજરાત રાજ્યમાં પણ પાંચમો ક્રમાંક હાંસલ કર્યો
-
રાજ્યમાં શાળા અને પરિવારનું નામ રોશન કર્યું
-
શિક્ષક મંડળ દ્વારા વિદ્યાર્થીને અભિનંદન પાઠવાયા
ભરૂચની સંસ્કાર વિદ્યાભવન શાળાના વિદ્યાર્થી ક્રીશ નાણાવટીએ CBSE ધોરણ-10ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, તેમજ ગુજરાત રાજ્યમાં પાંચમો ક્રમાંક મેળવી સમગ્ર જિલ્લો અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
ભરૂચની સંસ્કાર વિદ્યાભવન શાળામાં CBSE ધોરણ-10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ક્રીશ નાણાવટીએ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. ક્રીશ નાણાવટીએ ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, સાથે જ ગુજરાત રાજ્યમાં પણ પાંચમો ક્રમાંક મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે.
ભરૂચ જિલ્લાના અંદાજે 1500થી 2000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાં ક્રીશે શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે.ક્રીશના પિતા રાકેશ નાણાવટી દહેજ સ્થિત બિરલા કોપર કંપનીમાં નોકરી કરે છે, જ્યારે માતા અવનીબેન ગૃહિણી છે. તેઓ ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગર ખાતે નિવાસ કરે છે.
ક્રીશ નાણાવટીની આ સિદ્ધિ માત્ર ભરૂચ માટે જ નહીં, પરંતુ સમગ્ર જૈન સમાજ અને જૈનદશા ઓસવાડ નાતી માટે પણ ગૌરવની બાબત બની છે. શાળાના શિક્ષકોના માર્ગદર્શન, પરિવારના સહકાર અને ક્રીશની અથાગ મહેનતના પરિણામે આ સફળતા પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે શાળા સંચાલન તથા શિક્ષક મંડળ દ્વારા ક્રીશને અભિનંદન પાઠવવામાં આવ્યા છે, તેમજ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
