ભરૂચ : કોરોનાના કેસો વધતાં જુઓ પોલીસે શાકમાર્કેટમાં શું કર્યું

New Update
ભરૂચ : કોરોનાના કેસો વધતાં જુઓ પોલીસે શાકમાર્કેટમાં શું કર્યું

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના કેસ વધી રહયાં છે ત્યારે શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં ભરાતાં શાકમાર્કેટમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. રોજના સરેરાશ 15થી વધારે કેસ સામે આવી રહયાં છે. હાલમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 450ને પાર કરી ગઇ છે. કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવે તે જરૂરી બની ગયું છે.  શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં ભરાતાં શાકભાજી બજારમાં સેંકડોની સંખ્યામાં લોકો ખરીદી માટે આવી રહયાં હોવાના કારણે સંક્રમણનો ખતરો રહેલો છે. આવા સંજોગોમાં સી ડીવીઝન પોલીસ તરફથી શાકભાજીના વિક્રેતાઓ તેમજ ગ્રાહકોને માસ્કનું વિતરણ કરાયું હતું. શાકભાજીનું વેચાણ કરતાં તમામ ફેરિયાઓને માસ્ક પહેરીને જ શાકભાજીનું વેચાણ કરવા સુચના આપવામાં આવી હતી.

Latest Stories