અંકલેશ્વર ખાતે યુવા પુરોહિત સમાજ અને એ.કે.મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ,પોલીસ વિભાગ દ્વારા પતંગના દોરાઓથી વાહન ચાલકોને બચાવવા સેફ્ટી ગ્રીલ ફિટ કરવામાં આવ્યા હતા
ભરુચ-અંકલેશ્વરમાં પતંગના દોરાઓથી વાહન ચાલકોનું ગળ કપાવવાની ઘટનાઓ બની રહી છે તેવા સમયે સામાજિક સંસ્થાઓ દ્વિચક્રી વાહન ચાલકોની વાહરે આવી છે ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલ એ.કે.મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ અને યુવા પુરોહિત સમાજ દ્વારા શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે ત્રણ રસ્તા સર્કલ નજીક વાહન ચાલકોને વિના મૂલ્યે સેફ્ટી ગ્રીલ લગાવવામાં આવી હતી અને વાહન ચાલકોને ગિલ લગાવવા અપીલ કરવામાં આવી હતી. આ ગિલ ફિટ કરવામાં યુવા પુરોહિત સમાજના શ્રવણ પુરોહિત,હિતેશ પુરોહિત,તેજસ પુરોહિત,વિક્રમ પટેલ,પરેશ રાજગોર અને પોલીસ જવાનોએ સેવા આપી હતી.
