ભરૂચ: સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં ગોબર સ્ટિકની મદદથી અંતિમ સંસ્કાર કરાયા, જુઓ હેતુ

New Update
ભરૂચ: સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં ગોબર સ્ટિકની મદદથી અંતિમ સંસ્કાર કરાયા, જુઓ હેતુ

ભરૂચમાં નર્મદા નદીના કિનારે બનવાયેલ સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં મૃતદેહને 200 કિલો ગોબર સ્ટીકના ઉપયોગથી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ગોબર સ્ટીકના ઉપયોગથી વાતાવરણ શુધ્ધ થતુ હોવાના કારણે સંચાલકો દ્વારા આ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

Watch Video : https://fb.watch/4yKNFh7EI0/

ભરૂચમાં કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ મૃતકોના અંતિમ સંસ્કાર માટે નર્મદા નદીના કિનારે સ્પેશ્યલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું છે જ્યાં અત્યાર સુધીમાં 500થી વધુ મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ભરૂચમાં હોલિકા ઉત્સવમાં વિવિધ સંસ્થાઓના પ્રયાસથી ઠેર ઠેર વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી. જેમાં લાકડાના સ્થાને ગાયના ગોબરમાંથી બનાવવામાં આવેલ સ્ટીકનો ઉપયોગ થયો હતો ત્યારે આ પ્રકારનો પ્રયોગ સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં પણ કરવામાં આવ્યો હતો. કોવિડ સ્મશાનમાં એક મૃતદેહને ગોબર સ્ટીકના ઉપયોગથી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો જેમાં 200 કિલો ગોબર સ્ટીકની જરૂર પડી હતી. ગાયના છાણમાંથી બનેલ ગોબર સ્ટીકના કારણે વાતાવરણ શુધ્ધ થાય છે આ ઉપરાંત લાકડાની પણ બચત થતી હોવાના કારણે પર્યાવરણનું જતન કરી શકાય છે.

Latest Stories