/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/15164711/maxresdefault-86.jpg)
ભરૂચમાં નર્મદા નદીના કિનારે બનાવાયેલ સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં વહેલી સવારથી મોડી રાત સુધી નિરંતર ચિતાઑ સળગતી જોવા મળે છે એના પરથી પરિસ્થિતી કેટલી ગંભીર છે એનો ખ્યાલ આવી જાય છે
ભરૂચ જિલ્લામાં કોરોના સતત વકરી રહ્યો છે.ભરૂચમાં રોજ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન નોધપાત્ર વધારો નોંધાયો છે તો સાથે ભરૂચની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ દમ તોડવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે ત્યારે રાજયમાં સૌ પ્રથમ વાર ભરૂચમાં નર્મદા નદીના કિનારે બનાવવામાં આવેલ સ્પેશ્યલ કોવિડ સ્મશાન પણ હવે જાણે નાનું પડી રહ્યું છે અને મૃતદેહોને ખુલ્લી જગ્યામાં લાકડા ગોઠવી અગ્નિદાહ આપવામાં આવી રહયો છે.કોવિડ સ્મશાનમાં મૃતકોના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બને છે. વહેલી સવારથી મોડી રાત સુધી ચિતા સતત સળગતી રહે છે જેના પરથી ખ્યાલ આવે કે પરિસ્થિતિ કેટલી વિકટ છે અને ગંભીર છે